જીપેરી-જીટીયુ કોલેજના ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ વિભાગ દ્વારા “બેટરી આધારિત સોલાર પીવી સિસ્ટમ અને ઈલેક્ટ્રીકલ ડ્રાઈવ” વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જીપેરી સહિત સરકારી કે.ડી.પોલીટેકનીક કોલેજ પાટણ અને સરકારી પોલીટેકનીક કોલેજ અમદાવાદ ડિપ્લોમાના અંતિમ વર્ષના 90 જેટલા વિદ્યાર્થીઓ અને 7 અધ્યાપકોએ ભાગ લીધો હતો. ઇલેક્ટ્રિકલ વિભાગના વડા પ્રો.પિયુષ મિયાણી અને તેમની ટિમ દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું.