હર ઘર જળની વાતો કરતી સરકાર આજે પણ નખત્રાણા ના લૈયારી વિસ્તારમાં નથી પહોંચાડી શકી પાણી, લોકોની દયનીય હાલત, ત્રણ દિવસ સુધી લૈયારી માં પાણી નું નેકાલ નહીં થાય તો પાણી પુરવઠા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે:જત અલાના ભાઈ હાજી મિરક લૈયારી
નખત્રાણા તાલુકાના લૈયારી ગામમાં પાણીની તીવ્ર તંગી,અડધી રાત્રે પાણી ભરવા લાગતી માં-બહેનો ની લાંબી કતારો
લૈયારી માં પાણી ની પોકાર વધી,તંત્ર લાચાર,લૈયારી સૂકા મલકમાં પાણીની માંગ વધી,પુરવઠો નથી
નલ સે જલ યોજના માત્ર નામની
લૈયારી માં દૂર દૂર સુધી મહિલાઓ ખાલીખમ ઘડાઓ પોતાના માથાઓ પર લઈ પાણી લેવા ફાંફાં મારવાં મજબૂર બની
લૈયારી માં એક મહીના ઉપર થી પાણીની તંગી સર્જાતા જત અલાના ભાઈ હાજી મિરક ની હુંકાર
નખત્રાણા તાલુકાના લૈયારી ગામના રહેવાસી જાગૃત નાગરિક જત અલાના ભાઈ હાજી મિરક ના જણાવ્યા મુજબ લૈયારી ગામમાં પીવાના પાણીની તીવ્ર તંગી સર્જાઈ છે. પીવાનું પાણી મેળવવા માટે બહેનોએ પણ અડધી રાત્રે લાંબી કતારોમાં ઉભી રહેવાની નોબત આવી છે.
બાપરે.બાપ.ઉનાળો આવતા જ મોટું જળસંકટ! નખત્રાણા ના લૈયારી બંજર બસ્તી ધરાવતા વિસ્તારમાં ટીપાં ટીપાં માટે વલખાં મારે છે લોકો તેમજ મહિલાઓ
ઉનાળામાં કાળઝાળ ગરમીની શરૂઆત સાથે જ લૈયારી માં પાણીની પળોજણ શરૂ થઈ છે.જત અલાના ભાઈ હાજી મિરક એ દર્દ ભર્યા અંદાજમાં કહ્યું કે ગરમી વચ્ચે મહિલાઓએ અનેક કિલોમીટર દૂર પાણી માટે ભટકવું પડે છે…પાણી માટે વલખા મારતા લોકોની સાથે પશુઓની પણ હાલત દયનીય છે…ગામોમાં પાણીની સમસ્યા કેટલીક વિકટ છે.
લૈયારી માં ભરઉનાળે પાણીની સમસ્યા જોવા મળી રહી છે. અહીં લૈયારી સૂકા મલક વિસ્તારમાં પાણી માટે આજે પણ લોકો વલખાં મારી રહ્યા છે.
જત અબુબકર ભાઈ લૈયારી ના જણાવ્યા મુજબ મહિલાઓ સવારે મજૂરી કરવા જાય અને સાંજે પાણી માટે વલખાં મારે છે
એક મહિના થી લગાતાર લૈયારી માં પાણીની તંગી ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે નખત્રાણા ના સૂકા મલક લૈયારી વિસ્તારમાં આજે પણ લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.