23 એપ્રિલ 2023 રવિવાર ના રોજ વહેલી સવારે 11.30થી 2.30.વાગ્યા સુધી ઓનલાઇન કવિ સંમેલન કાર્યક્રમ ચાલ્યો મુખ્ય મહેમાન ડૉ ગુલાબચંદ પટેલ ગુજરાત થી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે સુનિલ દત્ત મિશ્રા છત્રીસ ગઢથી, સરસ્વતી વંદના સ્વાતિ જેસલમેર રાજસ્થાન દ્વારા બધાં મહાનુભાવો નું પુષ્પવર્ષાથી સ્વાગત પ્રીતિ પરમાર પ્રીત સંસ્થા સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યું તેઓનો પરિચય અદયક્ષ શ્રી ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવા માં આવ્યો. કુલ 31 કવિમિત્રો એ પોતાની રચનાઓ પડદા પર મુકી હતી. વોટશોપ ગ્રુપ 387થી ખીચોખીચ ભરેલ હતો. ચાલુ કાર્યક્રમમાં ડો.શૈલેષ વાણિયા શૈંલ સંસ્થા પ્રમુખ દ્વારા ડિજિટલ પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના અંતે આભારવિધિ શ્રીમતી ફોરમ આર. મહેતા ગુજરાત દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે , ગુજરાત, મહારાષ્ટ્ર. ઉત્તર પ્રદેશ છત્તીસગઢ. રાજસ્થાન મધ્ય પ્રદેશ. ઓડિશા. કર્ણાટક, દિલ્હી બિહાર વગેરે રાજ્યોના કવિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .રાષ્ટ્ગાન લતાબેન ચૌહાણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અંતમાંઆનંદ ની લહેર સાથે ભારત માતા ની જય બોલી છૂટા પડ્યા.