મહેસાણા એલસીબીની ટીમ જિલ્લામાં થતી દારૂની હેરાફેરી, વરલી મટકાના જુગાર, તેમજ બુટલેગરને ઝડપવા ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે ઉનવામાં ચાલતા વરલી મટકાના જુગાર અંગેની જાણ એલસીબીને થતા રેડ મારી જુગાર રમતા 4ને રંગેહાથ ઝડપી લીધા હતા.
મહેસાણા એલસીબીના માણસો પેટ્રોલિંગ પર હતા, એ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, ઉનાવા ખાતે કિરણ કુમાર ચૌધરી પોતાના મળતીયા સાથે વરલી મટકાનો જુગાર રમાડે છે, જેથી બાતમી આધારે રેડ મારતાં કિરણ પ્રહલાદ ભાઈ ચૌધરી, ઠાકોર અર્જુનજી અનારજી, ભરતભાઈ મગનભાઈ પટેલ, બીજીયા ભાઈ વિરાભાઈ તાવીયાડને ઝડપી લીધા હતા, તેમજ શૈલેષભાઈ બચુભાઇ મીરને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે કુલ 19,950નો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ આદરી છે.