મહેસાણા જિલ્લાના કડી શહેરમા આવેલા ગાંધીચોક વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે વરલી મટકાના જુગાર ધામ પર દરોડો પાડી 10 જુગારીને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા.
મહેસાણા એલસીબીનો સ્ટાફ કડી તાલુકા પોલીસની હદમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. એ દરમિયાન PSI એમ.ડી ડાભીને ખાનગી રાહે બામતી મળી કે, કડી શહેરના ગાંધીચોકમાં જાહેરમાં પઠાણ યાસીનખાન મુન્નાભાઈ વરલી મટકાનો જુગાર રમાડે છે.
બાતમી આધારે એલસીબી ટીમે દરોડો પાડતા જુગરીઓમાં નાસભાગ મચી હતી. જોકે, જુગારીઓ ભાગે એ પહેલા જ એલસીબીની ટીમે 10 જુગારીને ઝડપી 37,280 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જુગારીઓના નામ
(1) ઠાકોર અશોકજી કચરાજી,રહે રંગપુરડા
(2)મલેક અજીતમીયા મહેમુદ મીયા ,રાજપુર
(3)રાઉમા તૌફિક રફીકભાઈ,અલકૌશર ફ્લેટ
(4)ઠાકોર હઠીસંગ શંકરજી,ઘટીસનાં
(5)પટેલ ગણપતભાઈ આત્મરામ ભાઈ,ખાવડ
(6)સુરેશભાઈ લક્ષમણભાઈ નાડીયા,આલમપુર
(7)ઘાચી મહેબૂબ ભાઈ દાઉદ ભાઈ,નંદાસણ
(8)ઠાકોર દશરથજી મંગાજી,ઇરાણા
(9)ઠાકોર બાબુજી મેરુજી,કસવા
(10)મહેતા પ્રવીણભાઈ પ્રેમસંગ ભાઈ,પીરોજપુર