મહેસાણા અમદાવાદ હાઇવે પર મંડાલી નજીક આવેલ હોનેસ્ટ હોટેલમાં જમવા આવેલા શખ્સ માંથી એક શખ્સ નસો કરી ને આવતા અન્ય ગ્રાહકો સાથે બોલાચાલી કરી બાદમાં મેનેજર સાથે પણ અસભ્ય વર્તન કરતા હોબાળો મચાવ્યો હતો ઘટના પગલે મેનેજર લાઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મંડાલી પાસે આવેલ હોનેસ્ટ હોટેલમાં રાત્રે એક કલાકે એક પરિવાર ગ્રૂપમાં જમવા આવ્યા હતા જેમાં બે મહિલા બે પુરુષ હતા જેમાં જમવા આવેલા બે ઈસમોએ જમવાનો ઓર્ડર આપ્યો હતો.જ્યાં નસો કરેલ ઇસમે મેનેજર ને કહ્યું નાસ્તો ક્યારે આવશે એમ કહી લવરી બકવત કર્યો હતો.
તેમજ હોટેલમાં બેસેલા અન્ય ગ્રાહકો સાથે પણ બોલાચાલી કરી હતી.જ્યાં વધુ હોબાળો થતા નસો કરી ને આવેલા સાધુ રાકેશ એ હોટેલમાં પડેલ આઈસ્ક્રીમના ફ્રીજ ઉપર જાતે ફેટ મારતા કાચ તૂટી જતા ડાબા હાથે કાચ વાગ્યા હતા.જ્યાં વધુ બોલાચાલી થતા હોટેલ સંચાલકે લાઘણજ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી તેમજ ધમાલ મસ્તી કરનાર રાકેશ સાધુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી