મહેસાણા નજીક આવેલા દેવરાસન ગામની સીમમાં ખાનગી કંપનીના વીજ જોડાણ માટે UGVCL દ્વારા બે લોખંડના થાંભલા ઉતારવામાં આવ્યાં હતા. જેમાંથી એક થાંભલો અજાણ્યા કોઈ તસ્કરો ઉઠાવી જતા ગ્રામ્ય પેટા વિભાગ કચેરીના નાયાબ ઈજનેર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા નજીક આવેલા દેવરાસણ ગામની સીમમાં રામપુરા ચોકડી થી વિજાપુર તરફ જતા રોડ પર અંબિકા એગ્રીકલ્ચર વર્ક્સમાં નવી વીજ લાઈનનું જોડાણ આપવાનું હોવાથી સ્ટોરના ટ્રક મારફતે બે લોખંડના થાંભલા ઉતારવામાં આવ્યાં હતા. જે પૈકી એક થાભલો તસ્કરો ઉઠાવી ગયાની જાણ યુ.જી.વી.સી.એલ કર્મીઓને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતા.
આ સમગ્ર મામલે યુ.જી.વી.સી.એલ મહેસાણા ગ્રામ્ય પેટા વિભાગ કચેરીના નાયાબ ઈજનેર ભરત ચૌધરી સહિતના કર્મીઓએ સ્થળ પર જઇ તપાસ કરતા 11 મીટર લાંબો અને 265 કિલોગ્રામ વજન ધરાવતો 18,428 કિંમતનો થાભલો ચોરાઈ ગયો હતો. જે મામલે મહેસાણા તાલુકા પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.