Aravalli: ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં શરુ થશે FM સ્ટેશન, PM મોદી 28 એપ્રિલે કરાવશે વર્ચ્યુઅલી શુભારંભ
અરવલ્લી જિલ્લામાં FM સ્ટેશન શરૂ કરવામાં આવશે. આ FM સ્ટેશનનો 28 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે. દેશમાં નવા 91 FM ટ્રાન્સમીટર્સ શરૂ થશે. જે પૈકી ગુજરાતમાં 10 માંથી 1 FM સ્ટેશન અરવલ્લી જિલ્લાને ફાળવાયું છે. હવે અરવલ્લી જિલ્લાના રહેવાસીઓ FMનો આનંદ માણી શકશે. મોડાસાના શહેરવાસીઓ 100.1 MHZ પર FM સાંભળી શકશે. મોડાસા ખાતે આકાશવાણી રિલે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાશે