મોલમાં નોકરી કરતી યુવતી ઘરે ન પહોંચી અને તેની નિર્વસ્ત્ર હાલતમાં ખેતરમાં લાશ મળી હતી. યુવતી સાથે શું બન્યું? એ હજી સુધી તેનો પરિવાર જાણતો નથી, એવા સમયે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. હવે યુવતીની લાશને પરિવારજનો સ્વીકારવાની ના પાડી રહ્યા છે. આ બધાની વચ્ચે દલિત અગ્રણી અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ત્યાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે યુવતીના પરિવારને સાંત્વના આપી હતી અને સરકાર આ દિશામાં નક્કર પગલાં ભરે એમ જણાવ્યું હતું.
મહેસાણાના વાલમ ખાતે રહેતી એક 25 વર્ષીય દલિત યુવતી તોરણવાળી માતાના મંદિર પાસે આવેલા ઓશિયા મોલમાં છેલ્લાં 2 વર્ષથી નોકરી કરતી હતી. 25મી એપ્રિલે સાંજે નોકરીથી છૂટીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પોતાનાં મમ્મી સાથે ફોન પર રોજિંદી વાત કરતી હતી. અચાનક મોબાઈલ ફોન હોલ્ડ અને ત્યાર બાદ સ્વિચ ઓફ થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. ત્યાર બાદ રાત્રે 10 વાગ્યા સુધી પણ ઘરે યુવતી ના પહોંચતાં પરિવાર વીસનગર પોલીસ સ્ટેશને જાણ કરાય હતી
યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યા બાદ પોલીસ દ્વારા યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો છે. બીજી તરફ, યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળતાં પરિવારજનો ફરિયાદ કરી રહ્યા છે કે યુવતી સાથે બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા ચોક્કસ તપાસની ખાતરી આપવામાં આવે અને તાત્કાલિક અસરથી આરોપીઓને શોધવામાં આવે, નહીં તો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં.
દલિત યુવતીની લાશ મળવાના મામલે મહેસાણા મહેસાણા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પણ કહ્યું કે
પરિવારજનો એ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી ડેડબોડી નહીં ઉઠાવવાનું નક્કી કરેલ છે.
ઘટના ને લઈને મહેસાણા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહેસાણાની ટીમે એલ.સી.બી.ઓફિસે મહેસાણા ડી.એસ.પી.ને રૂબરૂ મળી તત્કાળ કાર્યવાહી પૂર્ણ કરવા રજુઆત કરી.
ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સામે પરિવારે રીતસર માથા પછાડ્યા હતા. તેઓ પોતાની આ કમનસીબી પણ લાચાર નજરે પડી રહ્યા હતા. પોલીસ દીકરીને તાત્કાલિક ન્યાય અપાવે તે માટે ચોધાક આંસુએ રજૂઆત કરી હતી.