હરિયાણા પોલીસે દિલ્હીની નજીક નવા જામતારા એટલે કે મેવાતમાં સાઇબર ઠગો પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની બોર્ડ પર મેવાત (દિલ્હીથી 80 કિમી દૂર)ના 14 ગામડામાં રેડ કરી છે. આ દરમિયાન 100થી વધુ લોકોની ધરપકડ પણ કરી છે. એટલું જ નહીં પોલીસે સાઇબર ઠગમાં ઉપયોગ થનારા 2 લાખથી વધુ મોબાઇલ નંબર બંધ કરાવ્યા છે. આ રેડમાં ગુરુગ્રામના ACP સાઇબરની દેખરેખમાં થયેલી આ રેડમાં 4000થી 5000 હજાર પોલીસકર્મી સામેલ હતા.
દિલ્હીની નજીકના વિસ્તારથી દેશભરમાં સતત સાઇબરક્રાઇમ કરવામાં આવી રહ્યું હતું. હાલમાં જ કેન્દ્ર સરકારે 9 રાજ્યોમાં જે 32 સાઇબર ક્રાઇમના હોટસ્પોટ બતાવ્યા હતાં. તેમાં મેવાત, ભિવાની નૂહ, પલવલ, મનોટા, હસનપુર, હથન ગામ સામેલ હતું.
સતત મળતી સાઇબર ક્રાઇમની ફરિયાદ પછી ભોંડસી પોલીસ સેન્ટરમાં આ ગામોમાં રેડની રણનીતિ ગુપ્ત રીતે બનાવવામાં આવી હતી આ પછી 102 ટીમે 14 ગામને ઘેરીને રેડ કરી હતી. મેવાતના પુન્હાના, પિંગવા, બિછૌર, ફિરોઝપુર વિસ્તારમાં આવતા મહૂ, તિરવડા, ગોકલપુર, લુહિંગા કલા, અમીનાબાદ, નઈ, ખેડલા, ગાદોલ, જેમન્ત, ગુલાલતા, જખોપુર, પાપડા, મામલિકા ગામમાં રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન 14 DSP, 6 ASP દ્વારા 102 ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમમાં લગભગ 4000થી 5000 પોલીસકર્મી હતા. એટલું જ નહીં આ દરેક ગામને ચારેય તરફથી ઘેરીને રેડ કરવામાં આવી હતી.
અત્યારસુધી ઝારખંડના જામતારાને જ સાઇબર ક્રાઇમનો ગઢ માનવામં આવતો હતો. પણ હાલમાં જ સરકારે જણાવ્યું કે, દેશના 9 રાજ્યોમાં ત્રણ ડઝનથી વધુ ગામ અને શહેર એવા છે જે સાઇબર ક્રાઈમના ગઢ બની ગયા છે. સરકાર મુજબ, દેશના 9 રાજ્યો હરિયાણા, દિલ્હી, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, અસમ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં સાઇબર ક્રાઈમના હોટસ્પોટ છે.