ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મેવડ કોલેજ દ્વારા તારીખ 28 મી એપ્રિલ, 2023 ના રોજ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કૌશલ્ય-2K23’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી જુગલજી લોખંડવાલા, સાંસદ રાજ્યસભા અને શ્રીમતી શારદાબેન પટેલ, સાંસદ લોકસભા ને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરી તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જીટીયુમાંથી માનનીય કાર્યકારી વાઇસ ચાન્સેલર શ્રી પ્રો. (ડૉ.) પંકજરાય પટેલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સંસ્થાના વડા તરીકે પ્રિન્સિપાલ ડો. ચિરાગ વિભાકરે જીપેરી કોલેજનો વર્ષ 2022-23 નો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. માનનીય વાઈસ ચાન્સેલર શ્રીએ વિદ્યાર્થીઓને તેમના પ્રભાવિત શબ્દોથી ભાગ લેવા તેમજ કોલેજ અને પરિવારનું નામ ઊંચું રાખવા માટે પ્રેરણા આપી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જીપેરી-જીટીયુ ‘શૌર્ય-2023’ (સ્પોર્ટ્સ) ના વિજેતા વિદ્યાર્થીઓનું પણ ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જીપેરીના વિદ્યાર્થીઓએ નૃત્ય, સંગીત, નાટક, માઇમ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાગ લઈને તેમની પ્રતિભા દર્શાવી હતી. જીપેરીએ 2 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, કન્ટેન્ટ રાઇટર અને કન્ટેન્ટ સર્જક, કુ. નિકિતા ઉર્ફ (RADIANT NIKKI), કુ. માહી પટેલ, શ્રી સુથાર કૃણાલ ઉર્ફ પસાકાકા, શ્રી કલ્પ ત્રિવેદી ઉર્ફ પર્પોટો, શ્રી આદિત્ય પટેલ ઉર્ફ આદિભાઈ ને પણ આમંત્રણ આપ્યું હતું. તેઓએ સોશિયલ મીડિયાની તેમની સફર, તેમના પાત્ર વિશે જણાવી વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરી કાર્યક્રમની ચમત્કૃતિમાં વધારો કર્યો હતો. જીપેરી દ્વારા મહેસાણા, વિસનગર અને ઊંઝામાંથી શાળા અને ટ્યુશન ક્લાસના શિક્ષકો અને આચાર્યને પણ આમંત્રણ આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન પ્રો. ગૌરવ વ્યાસ દ્વારા પ્રો. અક્ષય રાઠોડ, પ્રો. (ડો.) રિતેશ પટેલ, પ્રો. કેદાર બધેકા અને અન્ય અધ્યાપકોના સહયોગથી કરવામાં આવ્યું હતું. જીટીયુ રજિસ્ટ્રાર શ્રી ડૉ. કે.એન. ખેર એ આ ભવ્ય આયોજન માટે જીપેરી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.