સાબરમતી નદીમાં પાંચ અલગ અલગ બનાવમાં 4 મૃતદેહ મળી આવ્યા છે. સાબરમતી નદીમાથી ફાયર વિભાગે એક જ દિવસમાં 4 મૃતદેહ બહાર કાઢ્યા છે. શુક્રવાર સાંજથી શનિવાર સવાર સુધીમાં પાંચ અલગ અલગ બનાવો સામે આવ્યા છે. પાંચ કલાકમાં નદીના પાચ કૉલ મળ્યા હતા. પાંચ કોલમાં 4 મૃતદેહ બહાર કઢાયા છે. જ્યારે એક વ્યક્તિનો જીવ બચાવવામાં આવ્યો છે. ઉસ્માનપુરા ગાર્ડન, આંબેડકર બ્રિજ,સુભાષ બ્રિજ,એલિસ બ્રિજ પાસેથી મૃતદેહ મળી આવ્યા છે.
આંબેડકર બ્રિજ પાસે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સુભાષ બ્રિજ નારાયણ ઘાટ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. સપ્તર્ષિના આરા પાસે એક યુવકનો મૃતદેહ મળી તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉસમાનપુરા બગીચા પાસે પણ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડે નદીમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો છે.
તો બીજી કરફ એલિસ બ્રિજ ઉપરથી નદીમાં જંપલાવનાર યુવકને ફાયર બિગેડ બચાવી હોસ્પિટલે ખસેડ્યો છે. પાંચ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત તણાઈ આવેલા મૃતદેહ અલગ અલગ સ્થળોએ આવ્યા હોવાનું અનુમાન છે. સાબરમતી નદી સુસાઈડ પોઈન્ટ બની રહી છે.