મારો અવાજ ન્યૂઝ-મહેસાણા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે મંગળવારે સવારે માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી ધો. 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ સવારે 9 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા જિલ્લાનું 67.66 ટકા પરિણામ જાહેર થયું હતું. નોંધનીય છે કે જિલ્લામાં માત્ર એક વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેવ્યો છે.
જેમાં મહેસાણા જિલ્લાના કડી કેન્દ્રનું પરિણામ 70.99 ટકા,ખેરાલુ કેન્દ્રનું 72.80 ટકા,મહેસાણા પૂર્વ નું 58.68 ટકા,મહેસાણા પશ્ચિમ 64.37% પીલવાઈ કેન્દ્રનું 66.30 ટકા ઊંઝા કેન્દ્રનું 80.28% વિજાપુર કેન્દ્રનું 72.21% પરિણામ સામે આવ્યા છે.
બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ વ્હોટ્સએપ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવાયું હતું. તો કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડ ની વેબસાઈટ પર જોયું હતું. સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઈટ ખુલતી નહોતી.
મહેસાણા જિલ્લામાં 12 સાયન્સનું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 4159 વિદ્યાર્થીઓ પૈકી 1 વિદ્યાર્થીઓએ A1, 29 વિદ્યાર્થીઓએ A2 અને 139 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે.403 વિદ્યાર્થીઓ એ b2 ગ્રેડ મેળવ્યો છે, 740 વિદ્યાર્થીઓએ C1 અને 1098 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 400 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 4 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો.