આઇપીએલ દરમ્યાન ક્રિકેટ સટ્ટો રમીને રાતોરાત લખપતી થવા માંગતા યુવાનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે પોલીસ પણ આવા સટ્ટડિયાઓને પકડીને તેમને કાયદાનું ભાન કરાવી રહી છે.
વડનગર શહેરમાં ગુગલ એપ્લિકેશન દ્વારા આઇપીએલ મેચમાં 20-20 ઓવરની ક્રિકેટ મેચ પર ગ્રાહકો પાસેથી ઓનલાઈન સેશનનો હાર જીતનો સટ્ટો મોબાઈલમાં રમી રમાડતા 2 ઝડપાયો હતા જ્યારે 7 ફરાર થયા હતા. પોલીસે રોકડા 25370 મોબાઇલ મળી કુલ 45,370 ના મુદ્દામાલ સાથે 9 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વડનગર ઘાંસકોળ દરવાજામાં આવેલ સચિન પટેલ તેના માલિકીના મકાનમાં ગંજી પાના પતાથી પોતાના આર્થિક ફાયદા માટે રમી રમાડતો હોવાની બાતમી મરતા વડનગર પોલીસે રેડ કરેલ તે સમયે સચિન તથા હર્ષદ પટેલ હાજર મળી આવેલ પણ ભીખા મકરાણી, મુકેશ સોનપુરા ફરાર થઇ ગયેલ પોલીસે જણાવેલ કે સચિનના ફોનમાંથી luisA247. Com નામની સબ માસ્ટર આઈ. ડી. ઠાકોર સંજય વિસનગર વાળા પાસેથી લઈ અન્ય ગ્રાહકો દાદા નાઈ ગાંધીનગર, મામુ વિપુલ પટેલ વડનગર, બાદશાહ, વાસુ રબારી ગાંધીનગને મોબાઈલ ફોનથી અત્યારે રમાઈ રહેલ આઈ.પી.એલ ની ગુજરાત ટાઈટન્સ તથા દિલ્હી કેપિટલ્સ વચ્ચે અમદાવાદ ખાતે
રમાઈ રહેલ ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ મોબાઈલમાં ફોનમાં જોઈ પોતાના અંગત ફાયદા માટે ક્રિકેટ સટ્ટો અને જુગાર રમતા પોલીસે કુલ રૂપિયા 45,370 નો મુદ્દામાલ ઝડપી લીધા હતા તેમની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.