સતલાસણા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ ની ઘટના..
પોલીસ સ્ટેશનમાં આરોપીની આત્મહત્યા..
મહેસાણાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના..
દારૂના ગુનામાં પકડાયેલ કનડીયા ગામના આરોપીએ કરી આત્મહત્યા..
આત્મહત્યા કરનાર આરોપીના મૃતદેહને વડનગર સિવિલ ખસેડાયો..
વડનગર સિવિલમાં પીએમ માટેની કાર્યવાહી હાથ ધરાઇ..
ખેરાલુ, કાળુભાઇ સીધી..મારો અવાજ ન્યૂઝ
સતલાસણાના પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ગુરુવારે ધરપકડ કરી સતલાસણા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયેલા 50 વર્ષના આધેડે લોકઅપમાં દોરી વડે ટુપો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના ઘટનાએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓનો કાફલો વડનગર સિવિલમાં પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સતલાસણા તાલુકાના કનેડીયા ગામના 50 વર્ષના કડવાજી તખાજી ઠાકોર સામે ગુનો દાખલ કરી ગુરુવારે ધરપકડ કરાઈ હતી. ધરપકડ બાદ તેને લોકઅપમાં મૂક્યાના થોડા સમય બાદ પોતાના ખિસ્સામાં રહેલી દોરી વડે ગળે ટુપો ખાઇને આપઘાત કરી લેવાની ઘટનાએ ચકચાર જગાવી છે.
લોક-કપમાં મૂક્યા ત્યારે જડતી લેવાઈ હતી કે કેમ? જડતી લીધી હતી તો પછી તેના ખિસ્સામાંથી દોરી ક્યાંથી આવી? આ આપઘાત જ છે કે લોકઅપમાં તેની હત્યા કરી દેવાઇ છે જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી અનુસાર તખાજીનુ કસ્ટડીમાં જ મોત થઈ ગયું હતું અને વડનગર સિવિલમાં લઈ ગયા બાદ તબીબોએ પણ તેને મૃત જાહેર કર્યા હતા. સવારે પેનલ તબિબો દ્વારા પણ પીએમ કરવામાં આવશે.