સ્વયંમ સૈનિક દળના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી.
બુદ્ધ પૂર્ણિમા એટલે કે બુદ્ધ જયંતિ છે. બુદ્ધ પૂર્ણિમા એ બૌદ્ધોનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર અને ઉજવણી છે. આ તહેવાર સમગ્ર વિશ્વમાં ખાસ કરીને ભારતમાં વૈશાખ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ગૌતમ બુદ્ધની જન્મજયંતિ અને તેમનો નિર્વાણ દિવસ પણ છે. આ દિવસે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ચીન, જાપાન, વિયેતનામ, થાઈલેન્ડ, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, સિંગાપોર, અમેરિકા, કંબોડિયા, મલેશિયા, નેપાળ, ઈન્ડોનેશિયા સહિત લગભગ 180 દેશોના બૌદ્ધો જેમાં મોટી સંખ્યામાં બૌદ્ધો છે, તેઓ આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આમાંના ઘણા દેશોમાં બુદ્ધ પૂર્ણિમા જાહેર રજા છે.
સ્વયમ્ સૈનિક દળ સંગઠનના માધ્યમ થી અમરેલી ખાતે ચાલુ વરસાદમાં બુદ્ધપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી. ગાંધીધામ ખાતે બુદ્ધપુર્ણિમા નો આયોજન કરવામાં આવેલ. જેમા ગાંધીધામ ઝંડાચોકથી આંબેડકર સર્કલ સુધી રેલી કાઢવામાં આવી રેલી પુર્ણ થયા પછી બાબા સાહેબ ની પ્રતિમાને સલામી આપવામાં આવી. તે પછી આદિપુરની આકારવિલા સોસાયટીમાં સ્નેહમિલનનો આયોજન રાખવામાં આવેલ હતો. જ્યા બુદ્ધપુર્ણિમાની ઉજ્જવણી કરેલ અને આવેલ લોકોને ધમ્મ અને કરુણાના સાગર “તથાગત ગૌતમ બુદ્ધ” ના જીવન અને તેમના ઉપદેશ આપવામાં આવેલ
બુદ્ધ જયંતી પ્રસંગે ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં ધમ્મ રેલી, ધમ્મ ગાથા નું આયોજન કરવામાં આવ્યુ.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સૈનિકો મિઠાઇના પેકેટ દ્રારા પ્રચાર…..
દહેગામમાં જિ-ગાધીનગરમા બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી
ગામ મોરુકાં તા. તાલાળા જી ગીર સોમનાથ ગ્રામ કક્ષાએ બુદ્ધ પૂર્ણિમા ની ઉજવણી.
બુધ્ધ પૂર્ણિમા ઉજવણીની પૂર્વ ધમ્મ યાત્રા તથા બૌધ્ધ ધમ્મનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. આમ ભગવાન બુદ્ધની જન્મજ્યંતી ગુજરાતભરમાં લોકોએ ઉજવણી કરી..
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત અગ્રણીઓએ આજે બુદ્ધપૂર્ણિમા નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધ્ધ પૂર્ણિમા પર વિશ્વભરના લોકો અને ભગવાન બુધ્ધના અનુયાયીઓને અભિનંદન પાઠવ્યા છે અને શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, કરૂણાના પ્રતિક ભગવાન બુધ્ધે અમને જ્ઞાન, સહિષ્ણુતા અને સદાચારનો માર્ગ બતાવ્યો છે. તેમણે કહ્યું કે, ભગવાન બુધ્ધનું સરળ અને પ્રભાવી ઉપદેશ અમને પ્રેમ, સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવવાની પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે, મહાત્મા બુધ્ધનું જીવન અન્ય નિયંત્રણ અને શિસ્તનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, તેમનું શિક્ષણ આજે પણ માનવતાનું માર્ગદર્શન કરે છે.
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બુદ્ધ પૂર્ણિમા નિમિતે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. એક ટ્વિટ સંદેશમાં, શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે ભગવાન બુદ્ધના આદર્શો દરેકને પ્રેરણા આપતા રહેશે.