મારો અવાજ-અંજાર,
ચાર વર્ષ પહેલા અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા જ્યંતી ભાનુશાલીની હત્યા થઇ હતી. અબડાસા ધારાસભ્ય જ્યંતી ભાનુશાલી ભૂજથી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે ભચાઉ ગાંધીધામ પાસે જ ગોળીબાર કરી તેમની હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાએ રાજ્યભરમાં ખૂબ ચર્ચા જગાવી હતી. ચાર વર્ષ બાદ આજે ફરી આ નામ ચર્ચામાં આવ્યું છે. તેનું કારણ છે ઇન્સ્ટાગ્રામમાં તેમના નામની બનેલ ફેક એકાઉન્ટ. જેની જાણ થતા પરિવારે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
જેની તપાસ અમદાવાદ એસઓજી દ્વારા કરવામાં આવતા ભાનુશાળીની હત્યાના આરોપી જ્યંતી ઠક્કરના સગાએ આ આઈડી બનાવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે અંજારથી આ શખ્સને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ.રમેશ મહેશ્વરી. ભૂજ