ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વિજાપુરમાં રેડ, 758 કિલો કલર વાળું મરચુ ઝડપાયુ
મહેસાણાના (Mehsana) વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગન દ્વારા રેડ પાડવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બે દિવસની રેકી બાદ મોડી રાત્રે રેડ પાડવામાં આવી હતી
મહેસાણાના (Mehsana) વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગન દ્વારા રેડ પાડવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બે દિવસની રેકી બાદ મોડી રાત્રે રેડ પાડવામાં આવી હતી. જેમાં લાલ કલર કરી મરચુ બનાવતા ગોડાઉન ઝડપી પાડ્યુ છે. આ ગોડાઉન માંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને 758 કિલો કલર વાળું મરચું ઝડપાયુ છે.
વિજાપુર હિંમતનગર હાઈવે ઉપર આવેલુ ઉમિયા ગોડાઉન ના પ્લોટ નંબર 43માં બનાવટી મરચું બનાવવાનો કારોબાર ચાલતો હતો. બનાવટી મરચું બનાવવાનો કારોબાર મહેશકુમાર પુનમચંદ મહેશ્વરી નામનો શખ્સ ચલાવતો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં બીજો વધારે 5 કિલોનો જથ્થો ઝડપાયો હતો. આ સાથે બનાવટી મરચું બનાવવા માટે વપરાતો 3 કિલો લાલ કલર પણ મળી આવ્યો છે.
આ અગાઉ ખેડા જિલ્લાના નડિયાદ શહેર પોલીસને મોટી સફળતા મળી હતી. નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવામાં વપરાતા કેમિકલનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સરનામાંવાળી જગ્યા પર ચેકિંગ કરતા પોલીસને ડુપ્લીકેટ હળદર બનાવાતુ હોવાનું જોવા મળ્યુ હતુ. પોલીસે નકલી હળદર બનાવવાના આ રેકેટને ઝડપી લીધુ હતુ.
આજકાલ ભેળસેળનો જમાનો છે. ચોખાથી માંડીને મસાલા અને દૂધ બધું શુદ્ધ છે તેની કોઈ ગેરંટી આપી શકાતી નથી. તમારા ઘરમાં જે હળદર આવે છે તેમાં કોઈ ભેળસેળ તો નથી ને, તે તપાસવું તમારા માટે મહત્વનું છે. ત્યારે આ તમામ વચ્ચે ખેડા જિલ્લાના નડિયાદમાંથી ડુપ્લીકેટ હળદર બનાવવાની ફેકટરી ઝડપાઇ હતી.
આ કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે જો બે કે તેથી વધુ લોકો વચ્ચે ગુનો કરવા માટે સમજૂતી થાય છે, તો આવા કૃત્ય IPCની કલમ 120B હેઠળ સજાપાત્ર છે. તેથી, આ પ્રકારનું ષડયંત્ર ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો છે. જો કોઈ ગુનાના મુખ્ય ગુનેગારને 5 વર્ષની કેદની સજા થઈ હોય તો તેની સાથે કોઈપણ રીતે તે ગુનાના કાવતરામાં જે કોઈ સંડોવાયેલ હોય. તેને પણ માત્ર 5 વર્ષની સજા થશે.
આઈપીસી કલમ 272 અને 273 ખાદ્યપદાર્થોમાં ભેળસેળ માટે છ મહિનાની જેલ અને રૂ. 1000 દંડની જોગવાઈ કરે છે. આ ગુનો કોગ્નિઝેબલ ગુનાની શ્રેણીમાં આવતો નથી અને જામીનપાત્ર છે.
420 આ કમલ મુજબ સજાપાત્ર અપરાધ કરવા માટેના ગુનાહિત કાવતરા સિવાયના ગુનાહિત કાવતરામાં જે કોઈ પક્ષકાર છે તેને છ મહિનાથી વધુની મુદત માટે કોઈપણ વર્ણનની કેદ અથવા દંડ અથવા બંને સાથે શિક્ષા કરવામાં આવે છે.