આદિપુર મધ્યે આદિપુર મહેશ્વરી સમાજ દ્રારા આયોજિત “શ્રી સામરા મતિયા દેવ” યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત રહી દાદાના દશૅન કરી આશીર્વાદ લીધા સાથે કચ્છ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી કેશવજી ભાઈ રોશીયા,નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજના મહામંત્રી અને કચ્છ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મિડિયા ઈનચાર્જ શ્રી શાંતિ લાલ ફુલીયા, માનવતા ગ્રુપના પ્રમુખશ્રી ગોવિંદભાઈ દનીચા,અખિલ ભારતીય મહેશપંથી ગુરુગરવા બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ શ્રી ભારમલભાઈ ગરવા, ભુજ શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ઈશ્વર ભાઈ મહેશ્વરી તથા મહેશ્વરી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સાથે આદિપુર મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મારાજ દ્રારા અમારું શાલ ઓઢીને સન્માન કર્યું એ બદલ આદિપુર મહેશ્વરી સમાજનું ખૂબ ખૂબ આભાર જય મતિયા દેવ.