ગાંધીનગરમાં આવેલા કર્મચારી સેવા પસંગી મંડળની ઓફિસમાં આગ લાગવાનો બનાવબન્યો હતો. આગ લાગતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના કારણે કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર, શોર્ટ સર્કિટ થવાના કારણે ગૌણ સેવા પસંદગી ભવનની ઓફિસમાં આગ લાગી હતી. આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ જલ્દી જ આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આગ લાગવાની ઘટના બાદ દાવો કરવામાં આવ્યો કે, ઉત્તરવહીઓને કોઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી. જેથી જે પરિક્ષાઓનું આયોજન જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ હતી તેની તમામ ઉત્તરવહીઓ અને સામાન સુરક્ષિત હોવાનો દાવો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે.