મારો અવાજ ન્યૂઝ…….
ગુજરાતમાં ફુંકાઈ રહેલા ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનને કારણે રાજ્યમાં ગરમીનુ પ્રમાણ વધ્યું છે. કચ્છના ભુજમાં આજે સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી ભુજમાં 41.7 ડિગ્રી નોંધાયું છે. આજે રાજ્યમાં ભુજ ઉપરાંત, અમદાવાદ, ડીસા, નલિયા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોચ્યો છે.
સૌરાષ્ટ્રમાં આજે ગરમીનો પારો ઉચકાયેલો રહ્યો છે. ખાસ કરીને સુરેન્દ્રનગરમાં ગરમીનું પ્રમાણ 41.1 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં 39.6 ડિગ્રી નોંધાયું છે તો ભાવનગરમાં 37.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. દ્વારકામાં રાજ્યની સૌથી ઓછી ગરમી 29.4 ડિગ્રી નોંધાઈ છે. ઓખામાં 31.4 ડિગ્રી, પોરબંદરમાં 35 ડિગ્રી તો રાજકોટ 41 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. વેરાવળમાં 31.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં આજે ગરમીનો પારો 40 ડિગ્રીએ અટક્યો હતો. બનાસકાંઠાના ડીસામાં 41.1 ડીગ્રી, ગાંધીનગરમાં 39.3 ડિગ્રી ગરમી નોંધાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય કરતા એક ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં રાત્રીનું તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા 2.3 ડિગ્રી વધુ છે.
આજે નોંધાયેલ ગરમીનું પ્રમાણ (ડિગ્રીમાં)
અમદાવાદ 40અમરેલી 39.6વડોદરા 38.6ભાવનગર 37.2ભુજ 41.7છોટા ઉદેપુર 38.3દાહોદ 37.9ડાંગ 38.6ડીસા 41.1દ્વારકા 29.4ગાંધીનગર 39.3જામનગર 35.7કંડલા 37.3નલિયા 40નર્મદા 38.4ઓખા 31.4પોરબંદર 35રાજકોટ 41સુરત 37સુરેન્દ્રનગર 41.1વલસાડ 38.6વેરાવળ 31.3
વડોદરામાં દિવસનું મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું છે. દાહોદમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છોટા ઉદેપુરમાં ગરમીનો પારો 38.3 ડિગ્રીએ અટક્યો છે. ડાંગમાં ગરમીનું પ્રમાણ 38.6 ડિગ્રી નોંધાયું છે. નર્મદામાં તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું છે.