જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની સભામાં બ્લાસ્ટ, જ્યારે PM ફ્યુમિયો ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો.
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની બેઠકમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જ્યારે પીએમ ફ્યુમિયો ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષાકર્મીઓ દ્વારા વડાપ્રધાનને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.
જાપાનના વાકાયામામાં વડાપ્રધાન ફુમિયો કિશિદાની બેઠકમાં બ્લાસ્ટ થયો છે. મીડિયા અહેવાલો મુજબ સ્મોક બોમ્બથી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. જોકે બ્લાસ્ટની ઘટનામાં PM ફૂમિયો કિશિદા સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. આ તરફ બ્લાસ્ટની ઘટના બાદ PM કિશિદાને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા. આ સાથે હુમલો કરનારા એક આરોપીની ધરપકડ પણ કરાઇ છે.