મારો અવાજ,
તાલુકા કાનુની સેવા સમિતિ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન & ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સંયુક્ત ઉપક્રમે ઓદ્યોગિક તાલીમ સંસ્થા કાજ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવા માં આવી તેમજ છાત્રોને વુક્ષો નું જતન કરવું તેમજ તેની જાળવણી કરવી તેવો મેસેજ આપવામાં આવ્યો તેમજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ના દિવસે છાત્રો પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે દરેક એક વુક્ષ તો રોપવું જ જોયે.તેમજ આ દિવસ ઉજવવાનો હેતુ તેમજ તેની જાળવણી,તેમજ વુક્ષ આપણા મિત્રો છે.જેવા સ્લોગનો આપ્યા તેમજ પર્યાવરણ રક્ષણ માટેના અધિકારો ,વિશે સમજવામાં આવ્યા.
કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.લીગલ સુપરિટેન્ડેન્ટ ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હાજર રહેલ પી.એલ.વી પ્રકાશ જે મકવાણા, મોહિત દેસાઇ રંજન વાઘેલા,ચાવડા આરતી,તેમજ રિધમ બારડ,અજય ઝાલા,તેમજ બાબુભાઈ પરમાર સ્ટાફ હાજર રહ્યા હતા.
*રિપોર્ટર માહીર ખાન કોડીનાર*