પૂર્વ કચ્છમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા IPS ચિરાગ કોરડિયાની બોર્ડર રેન્જ ભુજ આઇજી તરીકે નિમણુંક કરાઈ છે તેઓ આજે કાર્યભાર સંભાળ્યું હતું. આઇજી તરીકે ચાર્જ સાંભળ્યાના પહેલા જ દિવસે જિલ્લાના બંને એસપીઓને મળીને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાણી હતી. આગામી દિવસોમાં રેન્જના ચારેય જિલ્લાઓમાં પ્રોપટી ઓફેન્સ ઘટાડો થાય, ડિટેકશનમાં વધારો થાય, સીમા વર્તીય વિસ્તારોમાં પોલીસની વધુ નજર રહે, લોકો સમન્વયે સાથે પોલીસ ઉત્તમ કામગીરી તેના તેમણે ભાર મુક્યો હતો.
આ અંગે વધુ વાત કરતા બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયાએં જણાવ્યું હતું કે આગામી સમય રામનવમીનો તહેવાર આવી રહ્યો છે તે સારી રીતે ઉજવણી થાય સાથો સાથ લોકસભાની ચૂંટણી દરમ્યાન પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સરસ રહે. બોર્ડર રેન્જ ભુજના ચારેય જિલ્લાની પોલીસ દ્વારા ઉત્તમ કામગીરી થાય તે માટે ભાર મુકાશે