મારો અવાજ-વડનગર,
મહેસાણા :ગુજા-વડનગર હાઇવે પરથી એલસીબીએ 1.53 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…
મહેસાણા એલસીબી ટીમના ASI કેશર સિંહ થતા pc મહેશ કુમાર ને ખાનગી રાહે બાતમી મળી હતી કે GJ24AM0356 નો ગાડી ચાલક ગાડીમાં વિદેશી દારૂ ભરીને જાસ્ક થી ઉમતા પાલડી થઈ વિસનગર જવાનો છે.બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી અને ગાડી આવતા રોકવા પ્રયાસ કરતા ગાડી ચાલકે ગાડી ભગાડી મુક્ત પોલીસે ગુજા વડનગર હાઇવે રોડથી ગાડી કબ્જે કરી હતી. રેડ દરમિયાન આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.
સમગ્ર કેસમાં પોલીસે ગાડી ઝડપી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 26 પેટી થતા 30 છૂટી બોટલો મળી 1,53,654 તેમજ એક ગાડી કિંમત 5,00,000 મળી કુલ 6,53,654 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ ગાડી ચાલક થતા તેની સાથે રહેલ એક ઈસમ વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.