મારો અવાજ ન્યૂઝ……
વડનગર તાલુકાના એક ગામમાં એક 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના અંગે ફરિયાદ નોંધાઇ છે. માતા-પિતાએ મુસ્લિમ યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, પોલીસ હાથ આ મામલે તપાસ કરી રહી છે. મહેસાણા જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના વડનગર તાલુકા એક ગામમાં 15 વર્ષીય સગીરા સાથે એક શખ્સે દુષ્કર્મ આચર્યુ છે. ગઇકાલે બપોરના સમયે જ્યારે સગીરા ખેતરમાથી ઘરે પાછી આવી રહી હતી, તે દરમિયાન એક મુસ્લિમ યુવકે તેને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવ્યુ છે. આ સમગ્ર ઘટના અંગે જ્યારે સગીરાના પરિવારને જાણ થઇ તો તેના માતા-પિતાએ વડનગર તાલુકાના પોલીસ મથકમાં આરોપી મુસ્લિમ યુવક સરફરાજ શેખ વિરુદ્ધ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી દુષ્કર્મની ઘટના અંગે તપાસ શરૂ કરી છે.