જીપેરી-જીટીયુ દ્વારા તમામ વિભાગ સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 6 મે 2023 ના રોજ *પ્લેસમેન્ટ ફેર-2023* નું આયોજન કર્યું હતું. આ પ્લેસમેન્ટ ફેર માં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ક્ષેત્રોમાં ટોચમાં સમાવિષ્ટ *14 કંપનીઓ* દ્વારા પ્લેસમેન્ટ કરાયું હતું. અગાઉ પણ 8 કંપનીઓએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગ માટે પ્લેસમેન્ટ ડ્રાઇવ કરી છે અને 21 વિદ્યાર્થીઓની પસંદગી થઈ ચૂકી છે. આ ફેરમાં ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા સંખ્યાબંધ વાર્તાલાપ અને પેનલ ચર્ચાઓ કરવામાં આવી હતી, જે વિદ્યાર્થીઓને તેમના સંબંધિત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો અને તકો વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. અર્હમ ઓવરસીઝ કન્સલ્ટન્સી દ્વારા *વિદેશી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન* પર એક સત્ર પણ વિદ્યાર્થીઓ માટે ગોઠવવામાં આવ્યું હતું.
એકંદરે આ પ્લેસમેન્ટ ફેર એક અદ્ભુત સફળતા હતી. જીપેરી આવનાર ભવિષ્યમાં પણ આવા વધુ કાર્યક્રમો યોજવા માટે ઉત્સુક છે. સમગ્ર આયોજન ડૉ. સંદિપ ત્રિવેદી-કોઓર્ડિનેટર (III સેલ), પ્રો. સદાનંદ સાહુ- કો-ઓર્ડિનેટર (T&P સેલ), વિવિધ વિભાગના વડાઓ અને જીપેરીના કર્મચારીઓના સહિયારા પ્રયાસથી સફળ બન્યું હતું. આ ફેર માટે ડો. ચિરાગ વિભાકર, પ્રિન્સિપાલનું સતત માર્ગદર્શન અને સમર્થન રહ્યું હતું. જીટીયુ માંથી પણ વી.સી. અને રજિસ્ટ્રાર સાહેબ શ્રી એ આ માટે શુભેચ્છા પાઠવી હતી.