સ્થાનિક પોલીસ ઊંઘતી રાખી ગાંધીનગર એસ.એમ.સી.એ અંજાર પાસે ૫૦ લાખનો દારૂ ઉતારીને સગેવગે કરાય તે પહેલાં કન્ટેનર ઝડપી પાડ્યો હતો.
પુર્વ કચ્છ પોલીસ ઊંઘતી રહીને ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે અંજાર પાસેથી ૫૦ લાખની કિંમતની દારૂ – બિયરની ૧૦૦૦થી વધુ પેટી ભરેલી ટ્રક પકડી પાડી છે. પંજાબથી લાવવામાં આવેલો દારૂનો જથ્થો ગાંધીધામ – મુન્દ્રા વચ્ચે કટિંગ કરવા લઈ જવામાં આવતો હોવાની પ્રાથમિક વિગતો મળી હતી, ગાંધીનગર ડીજીપી સ્કવોડના પીએસઆઈ આઈ. એસ. રબારી અને એમની ટીમ સચોટ પાક્કી બાતમીના આધારે પીછો કરીને ટ્રક ને અંજારના વીડી ગામની રોડ પર પકડી પાડ્યો હતો.
અગાઉ જ્યારે આંકડા જુગાર પર SMC એ સફળ રેડ કરી હતી ત્યારે અંજાર પોલીસ ના કેટલાક અધિકારીઓ ની બદલી કરવામાં આવી હતી હવે આટલી મોટી સંખ્યા મા અંગ્રેજી દારૂ નું આખું કન્ટેનર ઝડપાતા પૂર્વ કચ્છ એસ. પી. સાહેબ શું કાર્યવાહી કરશે એ જોવાનું રહ્યું
અંજાર પોલીસ સ્ટેશન ની 500 મીટર ની હદ મા ઇન્ડિયન પેટ્રોલ પંપ ત્રણ રસ્તે ખુલ્લેઆમ વેચાતા રામલા ના અંગ્રેજી દારૂ પર પણ SMC ત્રાટકે તેની રાહ અંજાર વાસીઓ જોઈ રહ્યા છે, સ્થાનિક પોલીસ તો રામલા ના પોઇન્ટ થી અજાણ છે કે અજાણ બની રહી છે એ તો રામ જાણે!