મારો અવાજ ન્યૂઝ…
અબડાસાના રાયધણજર ગામે સરપંચ સહિત ગ્રામજનોનું ઉગ્ર વિરુદ્ધ છતાં લીઝ કરાઈ મંજુર
રાયધણજર ગામે તળાવની 150 મિટર અંતરે લીઝ મંજુર કરાતા વિરોધ
પૈસા ફેંકો ઓર તમાસા દેખો જેવો GPCB અધિકારીઓનું છે તાલ રાયધણજર ગ્રામજનોનું ખુલ્લો આક્ષેપ
અબડાસા તાલુકાના રાયધણજર ગામે આવેલ તળાવ નજીક સર્વે નંબર 195માં લીઝ મંજુર કરી દેવાતા ઉગ્ર વિરોધનો સુર ઉઠ્યો છે. સર્વે નંબર 195ની નજીક સર્વે નંબર 192માં તળાવ આવેલું છે. 2022માં લીઝની મંજૂરી પહેલા યોજાયેલ લોક સુનાવણીમાં સરપંચ સહિત ગ્રામજનોએ લીઝ નજીક તળાવ અને રહેણાંકો આવેલા છે તે બાબતનું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ધ્યાન દોરવા છતાં પણ મંજુરી આપી દેવાઈ હતી.
રાયધણજર ગામે જંગલ ખાતા હસ્તક જમીનમાં બેફામ લીઝો અને ભેડીયા ધમધમી રહ્યા છે જવાબદાર વિભાગો દ્વારા નીતિ નિયમોને નેવે મૂકીને લીઝ ધારકોને ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવે છે. પર્યાવરણ જાળવણી માટે લીઝ ધારકોને નીતિ નિયમોઓનું પાલન કરવું પડતું હોય છે. તેમ છતાં કોઈ નિયમોઓનું પાલન કરવામાં આવતું નથી. તે પર્યાવરણ માટે ખુબ જ ગંભીર બાબત છે. રાયધણજર ગામના જવાબદાર નાગરિક સરપંચએ પણ જવાબદાર વિભાગોનું ધ્યાન દોર્યા છતાં કોઈ પગલાં લેવાતા નથી અનેકો રજુઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ દ્વારા માત્ર લોક સુનાવણી સમયે જ મોટા નિયમો બતાડવામાં આવે છે. લોક સુનાવણી પુર્ણ થયા બાદ લીઝ ધારકો સાથે ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પૈસાની લેતી દેતી કરીને નીતિ નિયમોને નેવે મૂકી મિલી ભગત કરી ગેરકાયદેસર જગ્યા પર લીઝ મંજુર કરી દેવામાં આવે છે. પૈસા ફેંકો ઓર તમાસા દેખો જેવો તાલ ગુજરાત પર્યાવરણ નિયત્રંણ બોર્ડ અધિકારીઓ કરી રહ્યા છે તેવો સરપંચ સહિત ગ્રામજનોએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો.
બાઈટ
01.સલીમ હાલેપોત્રા – સરપંચ – રાયધણજર
02. મોહમ્મદ હાલેપોત્રા – સ્થાનિક