મારો અવાજ ન્યૂઝ……..
નખત્રાણા અહીની ગ્રામ પંચાયત ને નગરપાલિકા નો દરજ્જો મળ્યો ને દોઢ વર્ષ જેટલો સમય થયો છતાં પણ નગરજનો ને પાયાની સુવિધાઓ મળવાના અરમાનો પુરા ન થતાં અહીંના વેપારી મંડળ દ્વારા પાણી, રસ્તા, વિજળી, સફાઈ, રસ્તા મરમંત રખડતા ઢોર નો ત્રાસ બંધ પડેલા સીસીટીવી કેમેરા ચાલુ કરવા તથા આવશ્યક જગ્યા એ નવા કેમેરા લગાવવા તથા બગીચાની સારસંભાળ લેવા તેમજ મેઈન બજાર બાઈક ચાલકો બે ફારમ ડોદતા વાહનો અને મેઈન બજાર આખલો ઓ નો ત્રાસ તેમજ જાહેર માર્ગો પર ટ્રાફિકના કારણે પુરપાટ જતા વાહનો થી વારંવાર સર્જાતા આકસ્માતો નિવારવા આવશ્યક સ્થળે રબ્બર સ્પીડ બ્રેકર બેસાડવા અને વિસ્તારમાં ધારાસભ્ય તથા સાંસદ ની ગ્રાન્ટ માંથી બનેલા સીસીરોડ મા પડી ગયેલા ગાબડાં પસાર થતા વૃદ્ધો પડી જતા હોય છે એવા રસ્તા ની મરમંત કરવા મા આવે અને મુખ્ય બજાર વિસ્તારમાં મહિલા પુરૂષો ને આવશ્યક શૌચાલય એક પણ નથી અને બજારમાં કચરો ઉપાડવા દરરોજ ટ્રેક્ટર આવે છે પણ સફાઈ કામદાર બજારમાં આવતા નથી વેપારી ઓ જાતે કચરા નો નિકાલ કરે છે અને પસાર થતા ધોરીમાર્ગ મા નવરાત્રી તથા ચૈત્રી માસમાં માતાના મઢ હાજીપીર જતા પદયાત્રીઓ ફેંકાતા કચરા થી થતી ગંદકી નું તુરંત નિવારણ કરવા સફાઈ કામદારો ને લગાડવા તેમજ બજાર જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરો મા ખાસ કરીને આખલાઓ બાખડતા સમયે રાહદારી ઓ હાડફેટે લેતા હોય છે અને મુખ્ય માર્ગો પર અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટ રોડ લાઈટ નો સર્વ કરી લાઈટો લગાવવા અનેક સમસ્યા નો નિવારવા તંત્રે તાકીદે પગલાં લેવા પત્ર મા માગ કરાઈ હતી અને વેપારી મંડળ ના પ્રમુખ હેમેન્દ્ર ભાઈ કંસારા, મહામંત્રી અરવિંદભાઈ રૈયાણી, લાલજીભાઈ રામાણી,વિશનજી પલણ, નવુભા સોઢા, જયેશભાઈ કટ્ટા, બ્રેગીન સોની, દીપકભાઈ ગોરસ્વામી, નિલેશભાઈ બાવળ, સંદીપભાઈ શાહ, દીલીપ ભાઈ શાહ, જીતેન્દ્ર શાહ,માલાભાઈ રબારી,ફકીર મામદ ખત્રી, કિશોરભાઈ સાની,મયક પલણ, સહિત ના વેપારી મંડળ ના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા