વડનગરના ઉણાદ ગામ ખાતે આઝાદ ચોકમાં ગામના તમામ યુવાનો, વડીલો, માતાઓ બહેનો ખુબ મોટી સઁખ્યા માં એકત્રિત થઈ ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. જેમાં વિપુલ ચૌધરી ને જેલ માંથી મુક્ત કરવામાં આવે તે સાથે ભાજપ તારી છેલ્લી દિવાળી જેવા સૂત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.અર્બુદાસેના ના યુવાનો દ્વારા બેનર સાથે જ્યાં સુધી વિપુલ ચૌધરીને જેલ મુક્ત કરવામાં નહિ આવે ત્યાં સુધી ભાજપના કાર્યકર્તાયોયે ગામમાં પ્રવેશ નહીં કરવો તેવી માંગ ઉઠાવી હતી. જેમાં અર્બુદા સેના ના યુવાનો. જનકભાઈ ચૌધરી જયેશભાઈ ચૌધરી,હરીભાઈ ચૌધરી હસમુખભાઈચૌધરી હાજર રહ્યા હતા અને ઉણાદ ગામ ની અંદર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું