મારો અવાજ ન્યૂઝ……..
પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે હું ચૂંટણી લડીશ, કોંગ્રેસ સાથે વાત શરૂ છે. બાકી હું અપક્ષ ચૂંટણી લડીશ. પણ ચૂંટણી લડીશ એ પાકું છે. ત્યારે વાઘોડિયા બેઠકનો ઇતિહાસ જોવા જઈએ તો આ બેઠક પર મધુ શ્રીવાસ્તવની પકડ મજબૂત છે.લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ સાથે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણીની પણ તૈયારીઓ થઈ રહી છે. આ દરમિયાન ભાજપે પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારોને જ ટિકિટ આપી અને પોતાની બેઠક પર ફરી લડવા મેદાને ઉતાર્યા છે. આ દરમિયાન વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ પેટા ચૂંટણીમાં મેદાને ઉતરશે તે નક્કી છે.ત્યારે ગત વિધાનસભામાં ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી અને અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. ત્યારે મધુ શ્રીવાસ્તવ નારાજ થયા અને અપક્ષ ચૂંટણી લડ્યા. વાઘોડિયા બેઠકનો ઇતિહાસ છે કે અપક્ષ ચૂંટણી જીતે તે ભાજપમાં ભળે છે. અને ફરી ભાજપ તેણે ટિકિટ આપી ધારાસભ્ય બનાવે છે. ત્યારે આ દરમિયાન ગત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ચૂંટણી જીત્યા હવે બીજેપીમાં જોડાઈ અને બીજેપી તરફથી મેદાને ઉતર્યા છે. જો કે મધુ શ્રીવાસ્તવ પણ અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા અને પછી સતત 5 વખત ધારાસભ્ય બની ચૂક્યા છે.