વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રૂ. ૩૭૫ કરોડના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું લોકાર્પણ કરશે….
મારો અવાજ, ભૂજ
૨૮ઓગસ્ટના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભુજમાં રૂ. ૩૭૫ કરોડના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. આ સ્મૃતિવન ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકો અને સમયની યાદમાં નિર્માણ કરવામાં આવ્યું છે. ભુકંપની હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છનો ડંકો વિશ્વભરમાં વાગે છે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન મુખ્યમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીએ રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ઉત્કૃષ્ટ કામગીરી કરી આ પ્રોજેક્ટ સાકાર કર્યો છે.
રૂ.૩૭૫ કરોડના ખર્ચે ૪૭૦ અત્યારે ૧૭૫ એકરમાં વિકસિત ભૂજિયા ડુંગર પરના સ્મૃતિવન મેમોરીયલમાં વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર ૧૨૯૩૨ સ્વજનોની સ્મૃતિઓના સંવેદનની કુલ ૧૦૨૦ નેમ પ્લેટો ; તેમની યાદમાં ૩ લાખથી વધુ વૃક્ષો અને ૧૦.૨, ૨કિ.મી.નો પાથ વે તેમજ ૫૦ ચેકડેમ, ૩ એમીનીટીઝ બ્લોક, અર્થકવેક મ્યુઝિયમ, ૧૫ કિ.મી.નો ફોર્ટ વોલ, ૧ મેગાવોલ્ટનો સોલાર પ્લાન્ટ અને ઈન્ટરનલ રોડનું સ્મૃતિવન મેમોરીયલ ભૂકંપમાં જીવ ગુમાવનારા આપણા પરિજનોની સ્મૃતિરૂપે જીવંત રહેશે.
સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું ભૂકંપ સંગ્રહાલય વિશ્વની ગતિશીલ અને ઉત્ક્રાંતિવાદી પ્રકૃતિ અને માનવજાતની પરિવર્તનક્ષમ ભાવનાની સાક્ષી પુરે છે. આ મ્યુઝીયમ ગુજરાત અને ૨૦૦૧ના ભૂકંપનું વિહંગમ- વિશાલ દ્રશ્ય ઊભું કરે છે. જેણે(ભૂકંપે)સંવેદના અને સાહસની શાશ્વત વાર્તાઓને ઉજાગર કરી વર્ષો જૂની સંસ્કૃતિના પાયા હચમચાવી નાખ્યાં હતા . સ્મૃતિવનમાં સાત ગેલેરી આવેલી છે. આ સંગ્રહાલયમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં વિગતો અને માહિતી રજૂ કરવામાં આવી છે. જેથી કરીને પ્રવાસી અને મુલાકાતીઓને રજુ કરાએલી વિષય-વસ્તુને સમજવામાં સરળતા રહે . સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું ,ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે .રિયલટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા માટે આ મ્યૂઝિયમમાં ખાસ થિયેટરનું નિર્માણ કરાયું છે. સ્મૃતિવનમાં સ્થાનિક કલા કારીગરી, કચ્છી સંસ્કૃતિ અને આધુનિક ટેક્નોલોજી અને વર્ચ્યુઅલ રિયાલીટીનો મુલાકાતીઓને ઉમદા અનુભવ મળશે.
વિકાસશીલ કચ્છમાં ઉછરતી આજની પેઢી અને આવનારી પેઢી પોતાની સંસ્કૃતિ અને કચ્છની ખુમારીને સદૈવ યાદ રાખી શકે એ માટે ; ભૂકંપની ક્ષણને ફરી જીવંત જોવા અને રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં આધુનિક ટેક્નોલોજી અને ઉપકરણોનો ઉપયોગ થી દર્શાવવામાં આવી છે.
સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય ગેલેરી ગુરુ આદિ શંકરાચાર્યના શ્ર્લોક – સમ્યક સરતી ઈતિ સંસાર…. એટલે કે સંસારનો સાર આગળ વધવાનું છે… સતત ગતિએ સંસારનો સાર છે…
૨૦૦૧માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે અહી એક વિશેષ થિયટેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે. મ્યૂઝિયમમાં કુલ સાત બ્લોક છે. જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે.
ગેલેરીઓમાં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ અપાતકાલિન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે. મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળે તે હેતુથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ૫૦ ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો 3 ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભૂત સમન્વય કરવામાં આવ્યો છે. કચ્છનો વિશેષ રંગ ઉમેરાય તે હેતૂથી આ મ્યૂઝિયમની દિવાલો અને ફ્લોરમાં સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરની વિશેષતા એ છે કે સમય જતા લોકોન ચહલપહલથી તે વધુ મજબૂત અને સુંદર બનતો જાય છે.
આ મ્યુઝિયમમાં સાત ગેલેરી પૈકી
ગેલેરી-૧ પુનર્જન્મ-પુન:સંરચના:- સક્રિય ચળવળ દ્વ્રારા પૃથ્વીને પોતાના અસ્તિત્વને આકાર આપવો છે. અહી મુલાકાતીઓને શક્તિશાળી કુદરતી ઘટનાઓ અને પૃથ્વીની દરેક વખતની સ્થિતિસ્થાપકની ક્ષમતા વિશે ખ્યાલ મળશે.
ગેલેરી-૨ પુન:પરિચય ફરીથી શોધો આ જમીનનો વારસો….આમાં મુલાકાતી ટોપોગ્રાફી વિશે ઊંડી સમજણ અને ગુજરાતનું પરંપરાગત જ્ઞાન ફરીથી મેળવે છે. ગુજરાત ઘટનાઓ માટે સંવેદનશીલ છે અને કેવી રીતે વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને માણસે તે સમયે અપનાવ્યો તે બતાવે છે.
ગેલેરી -૩ પુન:પ્રાપ્તિ – પુન:પ્રત્યાવર્તન : ૨૦૦૧ નો ભૂકંપ , ફેરફારો અને પડકારો દર્શાવતી આ ગેલેરીમાં મુલાકાતીઓને ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ની ભયંકર સવારે જ્યારે પૃથ્વી ઘ્રૃજી ઉઠી હતી અને જેમના પગ નીચેથી જમીન ધસી ગઇ હતી તે લોકો અને વિનાશક સ્થિતિઓ અને ભુકંપની સહાનુભુતિ કરાવવા વાળી આ બ્લોકમાંની ગેલેરીઓ દ્વ્રારા રાષ્ટ્રિય અને આંતરાષ્ટ્રિય સ્તરે તેમજ વ્યક્તિઓ અને સંસ્થા દ્વ્રારા જંગી રાહતના પ્રયાસોની માહિતી પણ પુરી પાડે છે.
ગેલેરી -૪ પુન:નિર્માણ : લોકોને સક્ષમ બનાવવું -વૃદ્વિને પ્રોત્સાહિત કરવું આ બાબતો આ ગેલેરીમાં જોઈ શકાય છે. ગુજરાત રાજ્ય આપતિ વ્યસ્થપન સંસ્થા (GSDMA) સખત જરૂરિયાતમાંથી જન્મ્યું છે. અને તેના પ્રયત્નો – પુન:નિર્માણની પ્રક્રિયા અહી સમજી શકાય છે.
ગેલેરી -૫ પુન:વિચાર-પુનર્વિચાર કરો-ભવિષ્ય માટે તૈયારીની માનસિકતાઓનું નિર્માણ અહી જોઈ શકાશે. જ્યારે આપતિ આવે ત્યારે જાણવું એ અડધુ યુદ્વ જીત્યા બરોબર છે. આ જગ્યા પરથી વાર્તા અને માહિતીના પ્રસારણની વિવિધ રીતથી મુલાકતી કંઇક શીખીને જાય એવો પ્રયાસ કરાયો છે. જે સમજી શીખીને મુલાકાતી મ્યુઝીયમ છોડી ન જાય અથવા અન્ય કોઇનો જીવ બચી શકે તે બાબતો રજુ કરાઈ છે.
ગેલેરી-૬ પુનર્જીવન -રિલીવ- ધરતીને પગ નીચેથી સરકતી અનુભવ કરવો .આ ઘટના પ્રત્યે સમજણની ભાવના વિકસાવવા માટે બનાવેલ છે. આમા 5D સિમ્યુલેટર છે અને મુલાકાતીઓ આ સ્કેલ પર ઘટનાની વાસ્તવિકતા અનુભવે છે.સિમ્યુલેટર અનુભવ પોતાને અને તેમના પ્રિયજનો બચાવવા માટે યોગ્ય પગલાં લેવાની સમજ આપે છે.
ગેલેરી-૭ સ્મરણ અને પૂર્વનિરીક્ષણ : મુલાકાતી મ્યુઝિયમ છોડે તે પહેલા , છેલ્લી જગ્યા ખાસ કરીને તેમને યાદ કરીને રાખવા માટે જ્ગ્યા આપવા માટે બનાવવામાં છે જ્યાં મુલાકાતી સદગત આત્માઓને ડિજીટલ મશાલથી શ્રદ્ધાંજલિ આપી શકે છે. પુન:સ્મરણ બ્લોકમાં મુલાકાતીઓ ગેલેરીમાં પહોંચીને ભોગ બનેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શકશે. અહીં ટચ ૪ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નીકળશે જેને સમગ્ર ભુજ શહેર જોઇ શકશે.
જાપાનમાં કોબે અર્થક્વેક મેમોરિયલ મ્યૂઝિયમ છે જેમાં ભૂકંપમાં બચી ગયેલા લોકોની કહાણીઓ, વ્યવસ્થાપન અને સ્થળાંતરને લગતી પ્રવૃત્તિઓ વિશે જણાવવામાં આવે છે. ભૂકંપ બાદ ઘટેલી પરિસ્થિતિઓનો ચિતાર પણ આપવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકામાં તુલબાગ અર્થક્વેક મ્યૂઝિયમ છે જેમાં સ્થાનિકો તેમના ભૂકંપ અંગેના અનુભવો વીડિયો અને પ્રદર્શન દ્વારા જણાવે છે. આ રીતે જ ભુજમાં પણ હવે સ્મૃતિવન સંગ્રહાલય ભૂકંપ અંગેનું વિશેષ મ્યૂઝિયમ ભુકંપગ્રસ્તો અને પરિસ્થિતિઓનું સંવેદના સ્મારક અને પ્રવાસીઓ અને મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
ઉલ્લેખનીય છે કે રૂ.૩૭૫ કરોડના ખર્ચે ૪૭૦ અત્યારે ૧૭૫ એકરમાં વિકસિત ભૂજિયા ડુંગર પરના સ્મૃતિવન મેમોરીયલ પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર ૧૨૯૩૨ સ્વજનોની સ્મૃતિઓના સંવેદનની કુલ ૧૦૨૦ નેમ પ્લોટો ૫૦ ચેકડેમની દિવાલો પર લગાવાશે તેમજ તેમની યાદમાં ૩ લાખથી વધુ વૃક્ષો અને ૧૦.૨ કિ.મી.નો પાથ વે તેમજ, ૩ એમીનીટીઝ બ્લોક, ૧૫ કિ.મી.નો ફોર્ટ વોલ, ૧ મેગાવોલ્ટનો સોલાર પ્લાન્ટ અને ઈન્ટરનલ રોડ જેવા આકર્ષણથી બનેલુ સ્મૃતિવન મેમોરીયલ ભૂકંપમાં જીવ ગુમાવનારા પરિજનોની સ્મૃતિરૂપે જીવંત રહેશે.
અહેવાલ -રમેશ મહેશ્વરી