મારો અવાજ,
મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ, શિક્ષણ અધિકારીની કચેરી, મહેસાણા પ્રેરિત અને યુવા ગ્રીન, મહેસાણા આયોજિત “હર ઘર તિરંગા” સ્પર્ધામાં ગોઝારીયા પ્રાથમિક કન્યા શાળાની વિદ્યાર્થી સેનમા માહી અનિલભાઈ પ્રથમ નંબરે આવતા શાળાનું ગૌરવ વધાર્યુ છે. ગોજારીયા પ્રાથમિક કન્યા શાળાની વિદ્યાર્થીની ટ્રેન માહિતી આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા સ્પર્ધામાં તિરંગા બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. માહી પ્રથમ નંબરે આવતા શાળા પરિવાર નું ગૌરવ વધાર્યુ છે.
ગોઝારીયા પ્રાથમિક કન્યા શાળા અને સેનમા માહી દેશના વિકાસમાં અગ્રેસર રહે તેવી શુભેચ્છાઓ મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ શિક્ષણાધિકારી કચેરી મહેસાણા પ્રેરિત અને યુવા ગ્રીનના સદસ્યોંયે પાઠવી હતી

अगली पोस्ट