‘’ આરોગ્ય કર્મીઓ દ્વારા કુપોષિત બાળકોને દત્તક લેવાનો નાવિન્ય અભિગમ”
———————–
મહેસાણા જિલ્લામાં શાળાએ જતી 01 લાખ કિશોરીઓને સેનેટરી નેપકીન કિટ વિતરણ
————
સશક્ત માતા જ શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે- આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ
મારો અવાજ,
મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા સૌ પ્રથમ સુપોષિત મિશન અભિયાન અંતર્ગત કુપોષણને જાકારો આપવા માટે આરોગ્ય કર્મીઓ દ્વારા કુપોષિત બે બાળકોને દત્તક લેવાના પ્રેરણાદાયી કાર્યમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સશક્ત માતા જ શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે દિકરીઓને સ્વસ્થ બનાવવાના આ નવતર અભિગમની પહેલ સરાહનીય છે.
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે મહેસાણા જિલ્લામાં આયુષ મહિલા ડોક્ટર,આ.બી.એસ.કે મહિલા ડોક્ટર,મહિલા સી.એચ.ઓ,સ્ટાફ નર્સ,મહિલા ફિમેલ હેલ્થ વર્કર સ્ટાફ દ્વારા જિલ્લાના 0 થી 07 દિવસના બે-બે બાળકોને દત્તક લઇ કુપોષણ નિવારણ માટેની પહેલ અભિનંદનને પાત્ર છે,
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વધુમાં જણાવ્યુ હતું કે ‘સુરક્ષિત માતા-સ્વસ્થ બાળક “ ના મંત્ર સાથે સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે.દેશમાં સૌ પ્રથમ મહિલાઓ અને બાળકોની વિશેષ ચિંતા કરી દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અલગ વિભાગની રચના કરી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સરકારની અનેક યોજનાઓ થકી મહિલાઓ અને બાળકોનો જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યા છે.
આરોગ્ય મંત્રીશ્રી કહ્યું હતુ કે સ્વસ્થ સમાજથી સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાની નેમ છે.કુપોષણને જાકારો આપવાની આગેવાની આપણે લીધી છે જેમાં સમાજ અને સંસ્થાઓનો સહયોગ મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે દિકરીઓ હાઇજીનનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દષ્ટ્રી ફાઉન્ડેશન અને ગ્રામ વિકાસના સંયુક્ત પ્રયાસથી શાળાએ જતી કિશોરીઓનો સેનેટરી નેપકીન કિટ વિતરણથી સ્વચ્છતાનું મહત્વ વધશે.
ગાંધીનગરના આરોગ્ય અધિકારી ડો નિલેશે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત મહેસાણા ખાતે સુપોષિત શિશુ મિશનનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. તેમણે આરોગ્યની કામગીરી બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં 992 ટીમ દ્વારા 0 થી 06 અને 06 થી 18 વર્ષના બાળકોના સ્વાસ્થયની વિશેષ ચિંતા સરકાર દ્વારા કરાય છે.મહેસાણા જિલ્લાના પ્રેરણાદાયી સુપોષિત મિશનમાં દત્તક બાળકોના પુરક આહાર,પૂરક પોષણ,સ્તનપાન,ઉપરી આહાર સહિત આરોગ્યની વિશેષ ચિંતા કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત કાર્યક્રમમાં મહિલા આરોગ્ય કર્મીઓ દ્વારા બે નવા જન્મેલા બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેન્સ્ટ્રુઅલ હાઇજીન કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાની શાળાએ જતી કિશોરીઓને સેનેટરી નેપકીન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને દર્ષ્ટી ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત આયુષ્યમાન ભારત કાર્ડના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરાયું હતું
વિસનગર રોટરી હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ, પ્રાન્ત અધિકારી વિસનગર,આરોગ્ય સમિતિના ચેરમેન અવચળભાઇ ચૌધરી,નગરપાલિકા પ્રમુખ વર્ષાબહેન પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબહેન પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશ કાપડિયા, આરોગ્યના અધિકારીઓ, પદાધિકારીઓ, વિસનગર શહેર અને તાલુકાના નાગરિકો,મહિલાઓ,દીકરીઓ ઉપસ્થિત રહી હતી.